યુવરાજ
સરની બેટિંગ ટેકનીકથી મદદ મળી હોવાનો ખુલાસો કરતો વન્ડર બોય
દોહા,
તા.2પ: ભારતીય ક્રિકેટની યુવા સનસની વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં
પ3 દડામાં 28 છક્કાથી વિશ્વ વિક્રમી 204 રનની અદભૂત ઈનિંગ રમી હતી. હવે ખુદ વૈભવે આ
ઈનિંગનો શ્રેય પોતાના આદર્શ યુવરાજ સિંઘને આપ્યો છે. 1પ વર્ષીય વૈભવના કહેવા અનુસાર
મેચ પહેલા યુવરાજ સિંઘ સાથે તેણે ફોન પર લગભગ અરધી કલાક વાતચીત કરી હતી. આથી તેને પોતાની
બેટિંગ ટેકનીકની ખામીઓ દૂર કરવામાં અને ખેલ પર ફોકસ કરવામાં મદદ મળી હતી.
બીસીસીઆઇ
દ્વારા જાહેર થયેલ વીડિયોમાં વૈભવે જણાવ્યું કે તે પાછલા બે મેચમાં સારો દેખાવ કરી
શકયો ન હતો. આથી તેનું ધ્યાન થોડું ભટકી ગયું હતું. આથી મેં યુવરાજ સિંઘ સર સાથે વાત
કરી. તેમણે મને બેટિંગ વિશે ઘણું સમજાવ્યું. હું કેટલીક વસ્તુઓને લઇ ઘણો પરેશાન હતો.
મેં ખુલીને આ બધી વાત કરી. યુવરાજ સરે મને ધૈર્ય રાખવા અને ક્રિઝ પર ટકી રહેવાની સલાહ
આપી. તેમણે ટેકનીક સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપી. જેથી મને ઘણી મદદ મળી.
વૈભવે
જણાવ્યું યૂએઇ સામે મેં ભુલો ન કરવા પર ધ્યાન આપ્યું. બેટ પર બોલ સારી રીતે આવી રહ્યો
હતો. આ પછી મેં મારી સ્વાભાવિક રમત રમી.