ગુરુનરના ટેસ્ટ પદાર્પણનો ભારતીય ટીમના બોલિંગ કોચે સંકેત આપ્યો
ક્રાઇસ્ટચર્ચ,
તા.26 : ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે સ્પષ્ટ કર્યું છે કે પ્લેઇંગ ઇલેવન
પસંદ કરવી તેનું કામ નથી. મારું કામ એ છે કે ભારતીય ઝડપી બોલર નવા કુકુબુરા બોલને પૂરી
રીતે ફાયદો ઉઠાવે તેના પર ફોકસ કરવું.
બીજા
ટેસ્ટ અગાઉની પત્રકાર પરિષદમાં મોર્કલે કહ્યંy કે, આપે નવા દડાનો પૂરા ફાયદો ઉઠાવવો
પડશે. ક્યારેક આપે બહાદુરી બતાવવી પડે છે. અમારા તમામ બોલર ફિટ અને પસંદગી માટે ઉપલબ્ધ
છે. ટીમ મેનજમેન્ટ પ્લેઇંગ ઇલેવનનો નિર્ણય આવતીકાલે લેશે.
પહેલા
ટેસ્ટમાં ધીમી રફતારથી 4પ ઓવર ફેંકનાર અંશુલ કમ્બોજનો બોલિંગ કોચ મોર્કલે બચાવ કર્યો
હતો. તેણે કહ્યંy અંશુલે ઘણું સારું કામ કર્યું. બહાર બેસીને કોઇ બોલરનું આંકલન કરવું
ઘણું મુશ્કેલ છે. તેણે મેચમાં નિયંત્રણ રાખવામાં ટીમને મદદ કરી. આપણે તેનો સાથ આપવો
જોઈએ કારણ કે તે ટીમ માટે મુશ્કેલ ઓવર કરી રહ્યો છે.
પહેલા
ટેસ્ટમાં સિરાજને બેન્ચ પર બેસાડવાના સવાલ પર મોર્કલે જણાવ્યું કે સિરાજ સારી રીતે
બોલિંગ કરી રહ્યો છે. ક્યારેક મુશ્કેલ ફેંસલા લેવા પડે છે. મેં તેને કહ્યું છે કે તે
ક્યાં સુધારો કરી શકે છે. પસંદગી મારા હાથમાં નથી. આ તકે મોર્કલે સંકેત આપ્યો કે ગુરુનર
બ્રાર ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. તે ટીમમાં જગ્યા બનાવવાની નજીક છે. તે સાચી દીશામાં
કામ કરી રહયો છે. તેની પાસે રફતાર અને ઉછાળ છે. મારું કામ તેને પૂરી રીતે તૈયાર કરવાનું
છે.