ઊર્જા
સુવિધાઓ ઉપર યુક્રેની હુમલા અંગે પુતિને કહ્યું, કોઈ ગંભીર નુકસાન નહીં થાય
નવી
દિલ્હી, તા. 25 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એક વખત યુક્રેનને ચેતવણી
આપી છે. પુતિને કહ્યું હતું કે, રશિયાની સંઘણ અને ઊર્જા સુવિધાઓ ઉપર થઈ રહેલા હુમલાનો
જવાબ આપવો જરૂરી બની ગયો છે. પુતિને કહ્યું હતું કે, કીવના સતત થઈ રહેલા હુમલા રશિયાને
કોઈ ગંભીર નુકસાન પહોંચાડી શકશે નહીં. રશિયાની સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે પુતિને
ઇંધણ અને ઊર્જા પરિસર વિકાસ રણનીતિ થતા પર્યાવરણ સુરક્ષા આયોગની બેઠકની શરૂઆતમાં યુક્રેનને
ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સ્પષ્ટ કરવા માગે છે કે રશિયા તરફથી યુક્રેન
ઉપર જવાબી કાર્યવાહી જરૂરી છે.