હોલીવૂડની
દિગ્ગજ ફિલ્મો સામે ટક્કર
નવી
દિલ્હી, તા. 25 : ‘રામાયણ’ ફિલ્મ ઓસ્કારની રેસમાં સામેલ થઈ છે. બોક્સ ઓફિસ ઉપર તાબડતોડ
કમાણી કર્યા બાદ રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની આ ફિલ્મને ઓસ્કારના બેસ્ટ વિઝ્યુઅલ
ઇફેક્ટસની શ્રેણીમાં રાખવામાં આવી છે. જો કે રામાયણ માટે ઓસ્કાર જીતવો સરળ રહેશે નહીં,
કારણ કે આ શ્રેણીમાં મોટી મોટી હોલીવૂડ ફિલ્મો સામેલ છે.
અંદાજિત
2000 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી રામાયણ ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટસ ખૂબ જ ચર્ચામાં
છે. રામાયણના વીએફએક્સનું કામ જે સ્ટુડિયોએ કર્યું છે તેણે આઠ વખત ઓસ્કાર એવોર્ડ જીત્યો
છે. આટલું જ નહીં આ સ્ટુડિયોએ જ ડયૂન અને ઇન્ટરસ્ટેલર જેવી ચર્ચિત હોલીવૂડ ફિલ્મોનાં
વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઉપર પણ કામ કર્યું છે. રામાયણ ફિલ્મની સાથે શ્રેણીમાં ડયૂન-3, સ્પાઇડરમેન-બ્રાન્ડ
ન્યૂ ડે, પ્રોજેક્ટ હેલ મેરી, ડિસ્ક્લોઝર ડે અને અવેન્જર્સ ડુમ્સ ડે જેવી મોટી ફિલ્મો
સામેલ છે.