જૂનાગઢ, તા.26 ઃ એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મુસાફરની સલામતી સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. અમદાવાદથી જૂનાગઢ આવતી બસમાં અજાણ્યા શખસે એક પ્રૌઢને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા બાદ તેમના હાથની બે સોનાની વીંટી, ગળામાંથી સોનાની ચેઇન અને રૂ.7 હજાર રોકડ મળી કુલ રૂ.77 હજારની મત્તા ચોરી કરી
લીધી હતી.
પ્રૌઢ બેભાન
હાલતમાં જૂનાગઢ
એસ.ટી.
વર્કશોપ સુધી
પહોંચી ગયા
હતા. ત્યાં
કંડક્ટરે તેમને
જગાડતા તેઓ
સંપૂર્ણ ભાનમાં
ન હોવાનું
જણાયું હતું.
બાદમાં પૂછપરછ
દરમિયાન દાગીના
અને પાકીટ
ગુમ થયાની
જાણ થતાં
ચોરીનો ભાંડો
ફૂટÎો
હતો. આ
બનાવ અંગે
મેંદરડાના 55 વર્ષીય
વિરેન્દ્રભાઈ પ્રાણભાઈ
ભટ્ટે જૂનાગઢ
બી ડિવિઝન
પોલીસમાં અજાણ્યા
શખસ સામે
ફરિયાદ નોંધાવી
છે. તેઓ
ગત 15 જૂને
અમદાવાદ-જૂનાગઢ
એસ.ટી.
બસમાં મુસાફરી
કરી રહ્યા
હતા ત્યારે
આ બનાવ
બન્યો હતો.
બસ વર્કશોપમાં
પહોંચ્યા બાદ
કંડક્ટરે તેમને
જગાડી નીચે
ઉતાર્યા હતા.