• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

અમરેલીમાં એ.પી.કે ફાઇલ ડાઉનલોડ કરતાં જ વેપારીના ખાતામાંથી રૂ. 98 હજાર સાફ!

ત્રણ દિવસમાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી સાયબર ઠગોએ ખેલ પાડÎો ઃ અજાણી ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી

અમરેલી, તા.26ઃ ઈ-ચલણના નામે સાયબર ઠગો હવે મોબાઈલ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. અમરેલીમાં એક વેપારીને મોબાઈલમાં ઈ-ચલણ નામની એ.પી.કે ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી હતી. ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ સાયબર ગઠિયાઓએ ત્રણ દિવસમાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાંથી રૂ.98 હજારની રકમ ઉપાડી લેતાં ચકચાર મચી છે. તા.20 ઓક્ટોબરના બપોરે 1 વાગ્યાથી તા.23 ઓક્ટોબરના બપોરે 1 વાગ્યા સુધીમાં આ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને રકમ અજાણ્યા શખસના બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી.

અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી અમૃતધારા સોસાયટી, શેરી નં.2માં રહેતા 48 વર્ષીય વેપારી વિજયભાઈ જીણાભાઈ ખાતરાના મોબાઈલમાં ઈ-ચલણની એ.પી.કે ફાઇલ આવી હતી. તેમણે આ ફાઇલ ડાઉનલોડ કરતાં જ સાયબર ઠગોએ છેતરાપિંડીનો ખેલ શરૂ કર્યો હતો. ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ.98 હજાર ઉપાડી લેવામાં આવતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સાયબર ઠગોને શોધવા તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક