• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

સાવરકુંડલા નજીક ખુંટિયા સાથે બાઇક અથડાતાં યુવકનું મૃત્યુ

અમરેલી, તા.25 : અમરેલી અને સાવરકુંડલા પંથકમાં માર્ગ અકસ્માતની બે અલગ ઘટનાઓમાં એક યુવક અને એક વૃદ્ધનું મૃત્યુ નીપજતાં અરેરાટી ફેલાઈ છે. બંને બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ બનાવમાં સાવરકુંડલાની પારેખવાડી, ઉપવનવાડી સામે રહેતા આકેશભાઈ અનિલભાઈ ટાંક (ઉં.વ.39) તા.23ના સાંજે મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક ખુંટિયા સાથે અથડાતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં પાણીયા ગામના બાલુભાઈ કાનજીભાઈ દેસાઈ (ઉં.વ.74) તા.23ના બપોરે બાઇક લઈને બગસરા તરફ જઈ રહ્યા હતા. ખારી નદીના પુલ આગળના વળાંકમાં સામેથી આવતી જીજે-01-આરવાય-5704 નંબરની કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઇજા અને હેમરેજ થતાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક