સુપ્રીમ કોર્ટે આપેલો કડક આદેશ ઃ ચિપ્સ, બિસ્કિટ અને ઠંડાપીણા ઉપર હવે અલગથી લાલ ચેતવણીઓ જોવા મળશે
નવી
દિલ્હી, તા.26ઃ પેકેજ્ડ ખાદ્યચીજોનાં વેચાણ અને ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વનાં
મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો કર્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને એફએસએસએઆઈને
નિર્દેશ આપ્યો છે કે, હાઈ ફેટ, હાઈ શુગર અને હાઈ સોલ્ટવાળા (વધુ ખાંડ અને મીઠાંવાળા)
ખાદ્ય ઉત્પાદનો ઉપર સ્પષ્ટ ચેતવણીનાં લેબલ લગાડવામાં આવે. ગ્રાહકોને ઉત્પાદનની પોષણ
સંબંધિત જાણકારીઓ આસાનથી સમજાવી જોઈએ. આ સાથે જ બાળકોમાં પોષણની જાગરુકતા વધારવા માટે
શાળાઓમાં વિશેષ કાર્યક્રમ ચલાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્Îો છે. એટલે કે ચિપ્સ, બિસ્કિટ
અને ઠંડાપીણા ઉપર હવે અલગથી લાલ ચેતવણીઓ જોવા મળશે.
જસ્ટિસ
જે.બી.પારડીવાલા અને જસ્ટિસ કે.િવનોદચંદ્રનની પીઠે ફ્રંટ ઓફ પેક ન્યૂટ્રિશન લેબલિંગ(એફઓપીએનએલ)ને
પ્રભાવી ઢબે લાગુ કરવા માટે મહત્ત્વનાં નિર્દેશ આપ્યા હતાં. કોર્ટે કહ્યું હતું કે,
જે પણ ખાદ્યચીજમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ ખાંડ, મીઠું કે ફેટ(ચરબી) હશે તેનાં
પેકેટમાં ઉપરની બાજુએ જ લાલ રંગનાં ચેતવણીનાં ચિહ્ન લગાડવામાં આવે. તેમાં ચેતવણીનાં
ચિહ્ન સાથે સ્પષ્ટ રીતે હાઈ ફેટ, હાઈ શુગર કે હાઈ સોલ્ટ પણ લખેલું હોવું જોઈએ. જો કોઈ
ઉત્પાદનમાં એકથી વધુ પદાર્થ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો એ તમામ માટે અલગ-અલગ
ચેતવણી છાપવી પડશે. એક જ ચિહ્ન અને ચેતવણીમાં એ તમામ જાણકારી આપવી ઉચિત ઠરશે નહીં.
નવ
‘સુપ્રીમ’ નિર્દેશ
(1)
ખાંડ, નિમક, ચરબી માટે ત્રણ અલગ-અલગ નિશાન.
(2)
સંબંધિત ચીજની તસવીર સાથે વધુ પ્રમાણ છે તેનું નામ.
(3)
દરેક નિશાન પેકેટના સામેના ભાગના ચારથી પાંચ ટકા જગ્યા રોકે.
(4)
નિશાન પર લખેલા શબ્દો ગ્રાહક સ્પષ્ટ વાંચી શકે તેટલા મોટા હોવા જોઈએ.
(5)
ખાંડ માટે કુલ્લ શુગર અને ફેટ માટે સેચુરેટેડ ફેટની માત્રા જોવી.
(6)
ફસાઈ ફરી નક્કી કરે કે, કેટલું વધુ પ્રમાણ હોય ત્યારે લાલ નિશાન મૂકવું.
(7)
કેન્દ્ર સરકારના પેકેટ પર જાણકારીના વર્તમાન નિયમનો કડક અમલ.
(8)
બાળકોને પોષણની સમજ આપવા અભ્યાસક્રમમાં બદલાવ.
(9)
ફસાઈ 10 સપ્તાહમાં અહેવાલ સોંપે.