• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઇન્દિરાની હત્યાનો જશ્ન : કેનેડાને ભારતની કડક ચેતવણી જયશંકરે કહ્યું, આવી બાબત સબંધો માટે સારી નથી

નવી દિલ્હી, તા.8 : કેનેડામાં એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો જશ્ન મનાવાયાનો મામલો વકર્યો છે. 

કેનેડાની ટ્રુડો સરકારે આ મામલે થાબડભાણાં કરતાં ભારતે કડક ચેતવણી આપી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડા સરકારને સીધી ચેતવણી આપતાં કહ્યંy કે તે સંબંધો માટે સારું નથી.

આ પહેલા વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક ઝાંખીમાં દિવંગત ઇન્દિરા ગાંધીને લોહીથી લથબથ સાડીમાં દર્શાવાયાં હતાં. જયશંકરે આ ઘટનાના તાર વોટ બેન્કની રાજનીતિ સાથે જોડી કહ્યંy કે, આમાં કોઈ મોટો મુદ્દો સામેલ છે. કોઈ આવું શા માટે કરે ? વોટ બેન્કની રાજનીતિ સિવાય આમાં શું હોઈ શકે ? અલગાવવાદીઓ, ચરમપંથીઓ અને હિંસાની તરફેણ કરનારાઓ સાથે જોડાયેલો કોઈ મોટો મુદ્દો આમાં સામેલ છે. જયશંકરે સ્પષ્ટ કહ્યંy કે આવું સંબંધો માટે સારું નથી, કેનેડા માટે સારું નથી.

બીજીતરફ કોંગ્રેસે પણ આ મામલે કેન્દ્ર સરકારની દખલની માગ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યંy કે ખૂબ જ નીચ હરકત છે. જયશંકરે આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ.

--------------

પાક. પર ભારતનો પલટવાર

નવી દિલ્હી, તા.8 : ભારતના નવા સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીરનો હોબાળો મચ્યો છે. ભારતના એક પછી એક પાડોશી દેશોએ આ મામલે વાંધો ઉઠાવ્યો છે જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાને આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે પલટવાર કરતાં કહ્યંy કે ભારતીય સંસદમાં લગાવવામાં આવેલી અખંડ ભારતની તસવીર સમ્રાટ અશોકના સામ્રાજ્યની સરહદને દર્શાવે છે. અન્ય દેશોને આ વાત જણાવી છે અને તેઓ સમજી ગયા છે, પાકિસ્તાનનું રહેવા દો કારણ કે તે આ વાત સમજી નહીં શકે કારણ કે તેનામા તેને સમજવાની શક્તિ જ નથી. પીઓકે પર અમારુ વલણ સ્પષ્ટ છે. દેશ, સંસદ અને અમારુ વલણ બદલવાનું નથી. આ પહેલા પાકિસ્તાને કહ્યંy હતુ કે ભારતની સંસદમાં આ નકશાને જોઈને અમે હેરાન છીએ. ભારતનું આ પગલું વિસ્તારવાદી સોચને દર્શાવે છે.

--------------

વિદેશમાં જઈને દેશની આલોચના રાહુલની આદત: જયશંકર

નવી દિલ્હી, તા.8: અમેરિકામાં જઈને કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર વિરુદ્ધ બોલાવેલા હુમલા સામે આજે વિદેશમંત્રી એસ.જયશંકરે જવાબી આક્રમણ ચલાવ્યું હતું. જયશંકરે રાહુલને ઘેરાતા કહ્યું હતું કે, તેઓ જ્યારે પણ દેશની બહાર જાય છે ત્યારે આવી જ રીતે આલોચના કરે છે. અમારી રાજનીતિ વિશે ટિપ્પણીઓ કરે છે. જો દેશમાં લોકતંત્ર ન હોત તો બધી જ ચૂંટણીનાં પરિણામ એકસમાન હોત. તેવું ખરેખર થતું નથી. આ સાથે જ જયશંકરે 2024ની લોકસભા ચૂંટણી પણ ભાજપ જીતશે તેવો દાવો કરી નાખ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક