• શનિવાર, 27 જુલાઈ, 2024

સૂર્યથી ધરતી તરફ આવી રહ્યું છે સૌર તોફાન

સોલાર પ્લાઝમાની ઝડપ વધારે : નાસાએ જારી કરી ચેતવણી

નવી દિલ્હી, તા. 26 : અંતરિક્ષમાં દરેક ક્ષણે સેંકડો ઘટનાઓ બનતી રહે છે. ઘણી વખત સૌરમંડળમાં બનતી ઘટના ધરતી ઉપર પણ પ્રભાવ પાડતી હોય છે. આવી જ રીતની એક ઘટના અંગે નાસાએ ચેતવણી જારી કરી છે. નાસાએ કહ્યું છે કે સૂર્યમાંથી નીકળતા અબજો ગરમ પ્લાઝમા ધરતી તરફ આગળ વધી રહ્યા છે. સૌર તોફાન ઝડપથી ધરતી તરફ આવી રહ્યું અને ધરતી સાથે ટકરાવાની સંભાવના છે. નાસાએ 25મી નવેમ્બરના રોજ પણ સૌર તોફાનની ચેતવણી જારી કરી હતી.

નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે સૂર્યએ સક્રિયતા બતાવી છે. તેમાંથી નીકળતા ગરમ પ્લાઝમા ધરતી તરફ આગળ વધી રહ્યા છે. સૂર્યમાં દૈનિક આધારે ઘણા કોરોનલ માસ ઈજેક્શનનું પ્રક્ષેપણ થાય છે. આ વખતે પ્લાઝમા વધારે ઝડપથી ધરતી તરફ વધી રહ્યા છે.    કોરોનલ માસ ઈજેક્શન અથવા સીએમઈ સૂર્યમાંથી પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્રના બહાર આવવાને કહે છે. સૂર્ય ઉપર દરેક ક્ષણે વિસ્ફોટ થતા રહે છે. આ ઘટના દરમિયાન અબજો ટન પ્લાઝમા બહાર આવે છે. આ પ્લાઝમા અંતરિક્ષમાં વિખેરાય છે. ઘણી વખત તેની રફતાર વધારે હોવાથી ધરતી તરફ આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024