• મંગળવાર, 23 એપ્રિલ, 2024

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી શકે છે !

વડોદરા, તા.2 : વાઘોડિયા બેઠક ઉપરથી સતત છ ટર્મથી સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેઓ આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. 

લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રાસિંહ વાઘેલાને ભાજપમાં પ્રવેશ કરાવી આ બેઠક ઉપરથી પોતાનાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વાઘોડિયા બેઠક ઉપરથી અગાઉ છ ટર્મથી સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેઓ આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચોક્કસ ઉમેદવારી નોંધાવાના છે. એટલે હવે અહીંની વિધાનસભા બેઠક ઉપર ‘કાંટે કી ટક્કર’ જેવો ખેલ જોવા મળશે તે નક્કી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક