• બુધવાર, 01 મે, 2024

શંભૂ બોર્ડરે ખેડૂતોએ બેરિકેડ્સ તોડયા, રેલવે ટ્રેક ઉપર ધરણાં

જેલમાં બંધ ખેડૂતોની મુક્તિની માગ,             અનેક ટ્રેનો રદ

ચંડીગઢ, તા.17 : યુવા ખેડૂત નેતા નવદીપ સિંહ જેલબેડા સહિત જેલમાં બંધ 3 ખેડૂતની મુક્તિની માગ સાથે પંજાબ-હરિયાણાના આંદોલનકારી ખેડૂતોએ શંભૂ બોર્ડરે બેરિકેડસ તોડીને રેલવે ટ્રેક ઉપર ધરણાં યોજતા અનેક ટ્રેન રદ કરવી પડી હતી. પોલીસે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરતાં તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. ખેડૂતોએ અંબાલા-લુધિયાણા ટ્રેક જામ કરતાં 36 ટ્રેન અસરગ્રસ્ત બની અને 11 રદ કરાઈ હતી. આગેવાન સહિત 3 ખેડૂત હરિયાણા પોલીસની કસ્ટડીમાં છે જેમને છોડી મુકવાની માગ સાથે આંદોલનકારી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. જેલમાં બંધ 3માંથી એક ખેડૂતની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. પોલીસ અધિકારીઓ ખેડૂત નેતાઓને સમજાવવા દોડી ગયા હતા પરંતુ જેલમાં બંધ ખેડૂતોની મુક્તિ અંગે કોઈ ઉકેલ આવ્યો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક