સૂત્રધાર
સપ્લાયર સહિતનાની શોધખોળ
રૂ.5.18
લાખનો ગાંજો પોલીસે કબજે લીધો
રાજકોટ,
તા.1પ : યુવાધનને પાયમાલ કરતા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા ડ્રગ્સ પેડલરો
અને વચેટીયાઓ પર પોલીસે સતત ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી
એસઓજીના સ્ટાફે રિક્ષાચાલકને બે કિલો ગાંજા સાથે ઝડપી લીધા બાદ જંગલેશ્વર વિસ્તારમાં
એસઓજીએ 1ર કલાકમાં બીજો દરોડો પાડી રૂ.પ.18 લાખની કિંમતના પ1 કિલો ગાંજાના જથ્થા સાથે
બે ડ્રગ્સ પેડલરોને ઝડપી લઈ મુખ્ય સૂત્રધાર સપ્લાયર સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, જંગલેશ્વર વિસ્તારમાં કુખ્યાત શખસ દ્વારા ગાંજાનો જથ્થો ઉતારવામાં
આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા તથા ધનુભા ચૌહાણ, ઉપેન્દ્રસિહ
ઝાલા સહિતના સ્ટાફે જંગલેશ્વર શેરી નં.16માં નુરીબેનના મકાનમાં ભાડે રહેતા રફીક યુસુફ
જુણેજા અને જંગલેશ્વર શેરી નં.6માં જાવેદ જુણેજાની
ઓરડીમાં ભાડે રહેતા અસલમ ગુફુભાઈ શેખ નામના બંને શખસોને રૂ.પ.18 લાખની કિંમતના પ1.860 કિલોગ્રામ ગાંજાના
જથ્થા સાથે ઝડપી લીધા હતા.
પોલીસે
હાથ ધરેલી તપાસમાં અસલમ અને રફીક છુટક મજુરી કામ કરે છે અને સાથે સાથે ગાંજો છુટક વેચવાનું
કામ કરતા હતા. પોલીસની વધુ તપાસમાં આ જ વિસ્તારમાં રહેતો કુખ્યાત શખસ ગાંજાનો સપ્લાયર
હોવાનું ખુલતા સૂત્રધાર અને તેના સાગરીતોને ઝડપી લેવા માટેથી એક ટીમ દ્વારા દોડધામ
શરૂ કરવામાં આવી હતી અને સવાર સુધીમાં સૂત્રધાર અને સાગરીતો હાથમાં આવી જાય તેવું સૂત્રો
દ્વારા જણાવાઇ રહ્યંy છે.