• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ભારત-પાકિસ્તાન ટીમ એક બીજાના દેશમાં નહીં રમે

ICC બેઠકમાં નિર્ણય: ચેમ્પિયન્સ ટ્રોફીના ભારતના મેચો તટસ્થ સ્થળ પર રમાશે

દુબઇ તા.19: ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024થી 2027 સુધી ચેમ્પિયન્સ ટ્રોફી અને આઇસીસી સ્પર્ધાઓ માટે હાઇબ્રિડ મોડલ પર સહમતિ બની ગઇ છે. આઇસીસીએ આજે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી-202પને લઇને ગતિરોધ સમાપ્ત થયા છે અને બીસીસીઆઇ-પીસીબીએ હાઇબ્રિડ મોડેલ પર સહમત થયા છે. આથી આગામી ચેમ્પિયન્સ ટ્રોફીના ભારતના મેચ તટસ્થ સ્થળ પર રમાશે.

જેના બદલામાં ભારતમાં ભવિષ્યમાં આયોજિત થનાર આઇસીસી સ્પર્ધાના પાકિસ્તાનના મેચો તટસ્થ સ્થળે રમાશે. આ નિર્ણયની અસર પાકિસ્તાનમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી-202પ,  ભારતમાં વર્ષ 202પમાં રમાનાર મહિલા વન ડે વિશ્વ કપ, 2026માં ભારત-શ્રીલંકામાં આયોજિત પુરુષ ટી-20 વર્લ્ડ કપમાં લાગૂ થશે. 2028માં પાકિસ્તાનમાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પણ લગભગ હાઇબ્રિડ મોડલ લાગૂ હશે.

આઇસીસીએ કહ્યંy છે કે ભારત-પાક. બોર્ડ તટસ્થ સ્થળ પર રમાનાર ત્રિકોણીય શ્રેણીનો હિસ્સો બનવા પણ સહમત છે. પીસીબી અને બીસીસીઆઇની સમજૂતી બાદ આઇસીસી બોર્ડમાં મતદાન થશે.

ઇ-પેપરના નવા શુલ્ક