રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ 12મી, માર્ચ-2025 સુધીમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
અમદાવાદ,
તા.20 : દેશભરમાં રાજ્યના આરોગ્ય તંત્રની શાખને બટ્ટો લગાડનાર ખ્યાતિ હોસ્પિટલકાંડ
બાદ સફાળી જાગેલી ગુજરાત સરકારે, રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ
અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024 અંતર્ગત 12મી, માર્ચ-2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. જેના અનુસંધાને, અત્યાર સુધી-20મી, ડિસેમ્બર-2024ની
સ્થિતિએ રાજ્યની 7989 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 2816 સરકારી,
5173 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જે સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
તેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી, 77 ડેન્ટલ ક્લિનિક,
108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલો છે. એમાં પણ 50થી ઓછી પથારી ધરાવતી 7607 અને 50થી વધુ પથારી
ધરાવતી 326 હોસ્પિટલ્સે અત્યાર સુધીમાં આ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
એલોપેથી,
આયુર્વેદિક, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન
ફરજિયાત પણ કરાવવું છે. આ એક્ટ હેઠળ ક્લિનિક, કન્સલ્ટિંગ રૂમ, પોલીક્લિનિક ઉપરાંત
15 બેડથી લઇ 100થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી
તેમજ સ્ટેન્ડઅલોન લેબ, અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું
ફરજિયાત છે. આ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ, કાયમી
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત
કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. 10,000થી 5 લાખ સુધીના દંડની તેમજ સંસ્થાને સીલ મારવા
સુધીની જોગવાઇ છે.
આ અધિનિયમની
જોગવાઈઓ કોને લાગુ પડશે ?
આ એક્ટ
હેઠળ કોઈ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, સગર્ભાવસ્થા
માટે નિદાન, સારવાર-સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ,
પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે. રોગોના
નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ,
બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ
આપવામાં આવતી હોય, જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર-ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રિય, પ્રાંતીય
(પ્રોવિન્શિયલ), રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન
હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન, સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની
અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ
લાગુ પડે છે.
શેલ્બી
હોસ્પિટલમાં દર્દીના મૃત્યુને લઈને PMJAY યોજનામાં ગેરરીતિનો આરોપ
નરોડા
પોલીસને અરજી મળતા તપાસ હાથ ધરી
અમદાવાદ,
તા. 20 : અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ સારવાર લઈ રહેલા
62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડૉક્ટરની બેદરકારીનો
આરોપ લગાવી રહ્યા છે. નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર
ગઢડાના એક 62 વર્ષના વૃદ્ધ પગમાં તકલીફ થતાં પીએમજેએવાય કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ
થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા
આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના
લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મૃત્યુ થયું
હતું.
મૃતકના
પરિવારજને જણાવ્યું કે નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ
થયું. પીએમજેએવાય યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય
છે એટલે ડોક્ટર છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. પરિવારજનોનું કહેવું
છે કે હોસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ કિડનીનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી અને સિવિલ
હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.
જોકે
હોસ્પિટલે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે દર્દીની તબિયત ગંભીર હતી અને તેમણે
શ્રેષ્ઠ સારવાર આપી હતી. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીને કોઈ અન્ય હોસ્પિટલમાં રીફર
કરવામાં આવ્યા ન હતા. આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે.