• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

મંદિર-મસ્જિદના નવા વિવાદ બંધ થાય : ભાગવત

 ‘કેટલાકને લાગે છે કે આવો મુદ્દો ઉઠાવી હિન્દુઓના નેતા બની જશે’ : ચિંતા વ્યક્ત કરતાં સંઘ સુપ્રીમો

પુણે, તા.ર0 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંદિર-મસ્જિદના નવા વિવાદો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહયું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ આવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે. જે બંધ થવું જોઈએ.

સહજીવન વ્યાખ્યાનમાળામાં ભારત-વિશ્વગુરુ વિષય પર બોલતાં ભાગવતે સમાવેશી સમાજની તરફેણ કરી અને કહ્યું કે દુનિયાને એ બતાવવાની જરૂર છે કે દેશ સદભાવના સાથે એક સાથે રહી શકે છે. ભારતીય સમાજની બહુલતાને ટાંકતા કહયું કે રામકૃષ્ણ મિશનમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. માત્ર આપણે જ આવુ કરી શકીએ છીએ કારણ કે આપણે

હિન્દુ છીએ.

તેમણે વધુમાં કહ્યંy કે આપણે લાંબા સમયથી સદભાવનાથી રહીએ છીએ. જો આપણે દુનિયાને આ સદભાવના પ્રદાન કરવા ઈચ્છીએ છીએ તો આપણે તેનું એક મોડલ બનાવવાની જરૂર છે. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને એવું લાગે છે કે તે નવી જગ્યાઓએ આવા મુદ્દાઓ ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે. તે સ્વીકાર્ય નથી. ભાગવતે કોઈનું નામ ન લીધુ પરંતુ તાજેતરમાં મંદિરોને ઓળખવા મસ્જિદોના સર્વેની માગ કરતી અનેક અરજીઓ કોર્ટમાં પહોંચી છે. ભાગવતે કહ્યું કે રોજ જાણે એક મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે. તેની અનુમતી કેવી રીતે આપી શકાય ? આવું ચાલુ રહેવું ન જોઈએ. ભારતે એ બતાવવાની જરૂર છે કે અમે એક સાથે રહી શકીએ છીએ. કેટલાક સમૂહો પોતાની સાથે કટ્ટરતા લાવ્યા છે અને ઈચ્છે છે કે તેમનું જૂનું સાશન પાછું આવી જાય પરંતુ દેશ બંધારણ અનુસાર ચાલે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક