એશિયન
ચેમ્પિયનશિપ ટ્રોફીમાં અપરાજિત ભારતીય ટીમ દબદબો બનાવી રાખવા મેદાનમાં ઉતરશે
હુલુનબુઇર
(ચીન), તા.13: સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકેલી અપરાજિત ભારતીય હોકી ટીમ શનિવારે પરંપરાગત
હરીફ પાકિસ્તાન વિરુદ્ધ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીના આખરી રાઉન્ડ રોબિન લીગ મેચમાં પોતાનો
દબદબો બનાવી રાખવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ચાર મેચમાં ચાર જીત સાથે 12 અંક સાથે
પોઇન્ટ ટેબલ પર ભારત ટોચ પર છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે.
પેરિસ
ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયનશિપમાં ચીનને 3-0, જાપાનને
પ-1, મલેશિયાને 8-1 અને દ. કોરિયાને 3-1 ગોલથી હાર આપી હતી. બીજી તરફ પાકિસ્તાને મલેશિયા
અને કોરિયા સામે 2-2થી ડ્રો મેચ રમ્યા હતા.
જાપાનને 2-1 અને ચીનને પ-1થી હાર આપી હતી. વર્તમાન ફોર્મને જોતા પાક. સામે ભારતનું
પલડું ભારે છે. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગયા વર્ષે ભારતે પાકિસ્તાનને 10-2 ગોલથી સજ્જડ
હાર આપી હતી. એ પહેલા ચેન્નાઇમાં એશિયન ટ્રોફીમાં પાક. પર 4-0થી જીત મેળવી હતી.
મેચ
પૂર્વે ભારતીય કપ્તાન હરમનપ્રિત સિંઘે કહ્યંy છે કે જૂનિયરના દિવસોથી હું પાક. સામે
રમતો આવ્યો છે. મારા પાક. ટીમના ખેલાડીઓ સાથે સારા સંબંધ છે. મેદાન પર તેઓ સારી ટક્કર
આપે છે. અમે પાછલા પરિણામ પર ધ્યાન આપી રહ્યા નથી. અમારૂ લક્ષ્ય ફક્ત જીત છે.