PCB ચીફ નકવીની લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ
નવી
દિલ્હી, તા.8: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે
કે નહીં ? તે સવાલ હવે વધુ ગૂંચવાયો છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન
મોકલવા તૈયાર નથી. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા
પર કટિબદ્ધ છે. આ સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી હવે હાઇબ્રિડ મોડલ પર રમાઇ તેવી સંભાવના
વધી છે. જે અનુસાર ભારતના મેચ દુબઇમાં રમાઇ શકે છે. જો કે પીસીબીના ચેરમન મોહસિન નકવીએ
આજે લાહોરમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યંy છે કે જો બીસીસીઆઇ અમને લેખિતમાં તેમની
કોઇ સમસ્યા જણાવશે તો અમે તેને ધ્યાન પર લેશું. આ પછીથી હાઇબ્રિડ મોડલ પર વાત થઇ શકે.
પીસીબી
ચીફ નકવીએ કહ્યંy અમારું સ્પષ્ટ વલણ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડને કાંઇ વાંધો હોય તો
લેખિતમાં અમને જણાવે. તેમણે અમારી સાથે કયારે પણ હાઇબ્રિડ મોડલની વાત કરી નથી. બીસીસીઆઇએ
જો આઇસીસીને કોઇ પત્ર આપ્યો હોય તો અમને ખબર નથી અને અમારા સુધી પહોંચ્યો નથી. નકવી
કહે છે કે અમે રમતમાં રાજનીતિ નથી ઇચ્છતા. બીસીસીઆઇ સાથે અતિતમાં અમારા સારા સંબંધ
રહ્યા છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડયુલ આઇસીસી એકાદ સપ્તાહમાં જાહેર કરવાનું
છે. રિપોર્ટ અનુસાર ટૂર્નામેન્ટનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી કરાચીમાં થશે અને 9 માર્ચે
લાહોરમાં ફાઇનલ મુકાબલો હશે. હાલના કાર્યક્રમ અનુસાર પીસીબીએ ભારતના તમામ મેચ લાહોરમાં
રાખ્યા છે. ભારતનો પહેલો મેચ 1 માર્ચે પાકિસ્તાન સામે સંભવિત કાર્યક્રમમાં દર્શવવામાં
આવ્યો છે.