રાંચી,
તા.8: યુવા વિકેટકીપર-બેટર હાર્વિક દેસાઇની દોઢી સદી (1પપ રન)નની મદદથી રણજી ટ્રોફી
મેચમાં ઝારખંડ વિરુદ્ધ સૌરાષ્ટ્રે સરસાઇ મેળવી છે. ઝારખંડના 306 રનના જવાબમાં સૌરાષ્ટ્ર
ટીમના પ્રથમ દાવમાં 386 રન થયા છે. આથી 80 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. આ પછી આજે
મેચના ત્રીજા દિવસના અંતે ઝારખંડ ટીમના બીજા દાવમાં 1 વિકેટે 74 રન થયા હતા. તે હજુ
સૌરાષ્ટ્રથી 6 રન પાછળ છે.
સૌરાષ્ટ્ર
તરફથી હાર્વિક દેસાઇએ 263 દડામાં 23 ચોકકાથી 1પપ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય
અનુભવી ડાબોડી બેટધર અર્પિત વસાવડાએ 73 અને ઓલરાઉન્ડર પ્રેરક માંકડે 40 રન કર્યાં હતા.
સૌરાષ્ટ્ર ટીમ 108.3 ઓવરમાં 386 રને ઓલઆઉટ થઇ હતી. ઝારખંડ તરફથી વિકાસકુમાર અને મનીષીએ
3-3 વિકેટ લીધી હતી.
ત્રીજા
દિવસની રમતના અંતે ઝારખંડના 1 વિકેટે 74 રન થયા હતા. નિઝામ સિદીકી 32 રને રનઆઉટ થયો
હતો.