રાજગીર
(બિહાર) તા.19: ભારતીય મહિલા હોકી ટીમે તેનો
અપરાજિત ક્રમ ચાલુ રાખીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યોં
છે. આજે રમાયેલા સેમિ ફાઇનલમાં ભારતનો જાપાન સામે 2-0 ગોલથી ભવ્ય વિજય થયો હતો. વર્તમાન
ચેમ્પિયન ભારતીય ટીમ હવે બુધવારે ચીન વિરૂધ્ધ ખિતાબી મુકાબલો રમશે. ચીનનો પ્રથમ સેમિ
ફાઇનલમાં મલેશિયા વિરૂધ્ધ 3-1 ગોલથી વિજય થયો હતો.
સેમિ
ફાઇનલના ત્રણ કવાર્ટરમાં ભારત-જાપાન ટીમ વચ્ચે ગોલ કરવા માટે તીવ્ર રસાકસી થઈ હતી,
પણ બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. ચોથા અને આખરી કવાર્ટરમાં ભારતીય મહિલા ટીમે આક્રમક
રમતનું પ્રદર્શન કરીને જાપાન ટીમને દબાણમાં લાવી દીધી હતી. મેચની 48મી મિનિટે નવનીત
કૌરે પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરીને ભારતને સરસાઇ અપાવી હતી. આ પછી પ6મી મિનિટે લાલરેમસિયામીએ
ફિલ્ડ ગોલ કર્યોં હતો અને ભારતનો 2-0થી વિજય થયો હતો. સેમિમાં ભારતને ઘણા પેનલ્ટી કોર્નર
મળ્યા હતા, પણ તેમાં ગોલ થયા ન હતા. આ ખામી ચીન સામેના ફાઇનલમાં સુધારવી પડશે.