• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

મનુ ભાકરને ખેલરત્ન એવોર્ડ મળી શકે છે ખુદ ખેલ મંત્રાલય નોમિનેશન પ્રક્રિયા કરશે

નવી દિલ્હી તા.24: પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા નિશાનેબાજ મનુ ભાકરને સરકાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપી શકે છે. ખેલ પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયેલ ખેલાડીઓના નામમાં મનુ ભાકરનું નામ નથી. રિપોર્ટસ અનુસાર નેશનલ રાયફલ એસોસિએશને મનુ ભાકરનું નામ ખેલરત્ન એવોર્ડ માટે મોકલ્યું ન હતું. જેથી વિવાદ થયો હતો. હવે એસોસિએશન નોમિનેશન માટે ખેલ મંત્રાલય પહોંચ્યું છે. ખેલ મંત્રાલય ખુદ મનુ ભાકરને નોમિનેટ કરવાની તૈયારી કરી રહ્યંy છે.

નિયમ અનુસાર જો કોઇ ખેલાડી ખેલરત્ન એવોર્ડ માટે અપાયેલી ગાઇડલાઇન પૂરી કરી શકે છે તો તે ખુદ પોતાનું નામ એવોર્ડ માટે મોકલી શકે છે. આ ઉપરાંત ખેલ મંત્રાલય પાસે બે નામ નોમિનેટ કરવાનો અધિકાર છે.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મનુ ભાકરનું નામ ખેલરત્ન નોમિનેશનમાં સામેલ ન થવાથી વિવાદ થયો હતો. તેણીના પિતા રામકિશન ભાકરે નારાજી વ્યકત કરી હતી અને કહ્યંy હતું કે મનુની ઉપેક્ષા કરવામાં આવી છે. હાલ ખેલરત્ન એવોર્ડ માટે એકમાત્ર જે નામ નિશ્ચિત થયું છે. તે પુરુષ હોકી ટીમનો કપ્તાન હરમનપ્રિત સિંઘ છે. આ ઉપરાંત 30 ખેલાડી અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થયા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક