વિજય
હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે પંજાબનો વિજય
પંજાબના
5/424 સામે સૌરાષ્ટ્રના 367 રન
અમદાવાદ,
તા.31: ટીમ ઇન્ડિયાના ટી-20 પાવર હિટર અભિષેક શર્માએ વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટમાં
આજે સૌરાષ્ટ્ર ટીમ વિરુદ્ધ 170 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આથી પંજાબ ટીમે પ0 ઓવરમાં
પ વિકેટે 424 રન ખડકયાં હતા. જવાબમાં સૌરાષ્ટ્ર ટીમ પ0 ઓવરમાં 367 રને ઓલઆઉટ થઈ હતી.
આથી પંજાબ ટીમનો પ7 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી અનુભવી અર્પિત વસાવડાએ ઝડપી
સદી કરી હતી.
પંજાબના
કપ્તાન અભિષેક શર્માએ સૌરાષ્ટ્રના તમામ બોલરની ધોલાઈ કરીને 96 દડામાં 22 ચોક્કા અને
8 છક્કાથી આતશી 170 રન કર્યા હતા જ્યારે પ્રભસિમરન સિંઘે 9પ દડામાં 11 ચોક્કા-8 છક્કાથી
12પ રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 186 દડામાં 298 રનની ઝડપી ભાગીદારી
થઈ હતી. જે વિજય હઝારે ટ્રોફીની પહેલી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ છે. અનમોલ મલ્હોત્રાએ
48 અને શનવીર સિંઘે 40 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં
92 રનનો ખર્ચ કરી 1 વિકેટ લીધી હતી. પ્રણવ કારિયાએ પ9 રનમાં 4 વિકેટ લીધી હતી.
42પ
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્ર તરફથી અર્પિત વસાવડાએ 88 દડામાં 9 ચોક્કા-3
છક્કાથી 104, હાર્વિક દેસાઇએ 33 દડામાં 10 ચોક્કા-2 છક્કાથી પ9 અને કપ્તાન જયદેવ ઉનડકટે
48 રન કર્યા હતા. પંજાબ તરફથી શનવીર સિંધે 3 વિકેટ લીધી હતી.