• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

યશસ્વીની આક્રમક સદી અને સરફરાઝના ધૂંઆધાર 64 રન

મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા સામે મુંબઇનો 4 વિકેટે વિજય

અંબી (બેંગ્લુરુ), તા.14: ટીમ ઇન્ડિયાના યુવા ટેસ્ટ સ્ટાર યશસ્વી જયસ્વાલે ટી-20 ફોર્મેટમાં પણ તેની બેટિંગનો પરચો બતાવ્યો છે. યશસ્વી જયસ્વાલની આક્રમક સદી અને સફરાઝ ખાનના ધૂંઆધાર 64 રનની મદદથી મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટના સુપર લીગ મેચમાં હરિયાણા સામે મુંબઇનો સંગીન વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ યશસ્વી જયસ્વાલે પ0 દડામાં 16 ચોક્કા અને 1 છક્કાથી 101 રન કર્યાં હતા. આથી મુંબઇ ટીમે 17.3 ઓવરમાં 6 વિકેટે 238 રન કરી 4 વિકેટે જીત મેળવી હતી. અગાઉ હરિયાણાએ 20 ઓવરમાં 3 વિકેટે 234 રન કર્યાં હતા.

મુંબઇ તરફથી જયસ્વાલ (101) અને સરફાઝ ખાન વચ્ચે બીજી વિકેટમાં 37 દડામાં 88 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સરફરાઝ ખાને 2પ દડામાં 9 ચોક્કા અને 3 છક્કાથી 64 રન કરી આઇપીએલ ઓકશન અગાઉ ફ્રેંચાઈઝીઓનું ધ્યાન ખેંચ્યું હતું. પહેલો દાવ લેનાર હરિયાણા તરફથી કપ્તાન અંકિત કુમારે 42 દડામાં 10 ચોક્કા-6 છક્કાથી 89 અને નિશાંત સંઘુએ 38 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 63 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાઇરાજ પાટિલે બે વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક