• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

બરવાળા પોલીસે બાઈક ચોરીના 7 ગુના ઉકેલ્યા

ચોકડી ગામના 19 વર્ષીય યુવકની ધરપકડ, રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ, તા.13: બોટાદ જિલ્લાના બરવાળા પોલીસે મોટરસાઈકલ ચોરીના કુલ 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી રૂ.1.40 લાખની કિંમતની 7 ચોરાઉ મોટરસાઇકલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.વી.વસાવાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા અને બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા વિપુલ ચમનભાઈ ગોરાહવા (ઉં.19, વ્યવસાય-મજૂરી, રહે.ચોકડી ગામ, તા.બરવાળા, જી.બોટાદ)ને પીપરિયા ગામની સીમમાંથી રાત્રી દરમિયાન પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરેલી કુલ 7 મોટરસાઈકલ કબજે લેવામાં આવી છે. આ મોટરસાઈકલ બરવાળા બસ સ્ટેન્ડ, ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તાર, વિરપુર સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાંથી ચોરી થયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી બરવાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી.વસાવા, પી.એસ.આઈ. એસ.જી.સરવૈયા, હેડ કોન્સ્ટેબલ ટી.ડી.પંડયા, વી.બી.ચુડાસમા, જે.વી. ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ ખોડાભાઈ અને જતીનભાઈ અરવિંદભાઈ સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક