• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

પીપળી રોડ પરથી યુવકનું કારમાં અપહરણ ત્રણને દબોચી લેવાયા : રૂપિયાની લેતી દેતી કારણભૂત

મોરબી, તા.14: મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કારમાં યુવાનનું અપહરણ કરી ભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. અપહરણની જાણ થતા પોલીસની ટીમો કામે લાગી હતી અને અપહરણ કરનાર ત્રણ ઇસમને ઝડપી લઇને કાર અને ચાર મોબાઇલ સહિત રૂ.10,40 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

ગત તા.13ના રોજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેતપર રોડ એસીબી સિરામિક પાસેથી એક વ્યક્તિનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું ઘટના બાદ  મોરબી કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ગામના પાટિયા પાસે ટીમ વોચમાં હતી ત્યારે કારને રોકી તપાસ કરતા ભોગ બનનાર અમરતસિંહ ભૂરો ઉર્ફે ભૂરસિંગ સોંઢા મળી આવ્યા હતા. તે પૂછપરછ કરતા રૂપિયા મામલે આ ઘટના ઘટી હતી. પોલીસે મોરબીના નવઘણ ઉર્ફે ખૂંટીયો વેલજી સોઢા, ભગીરથ રતિલાલ ઠોરિયા અને પીયૂષ હસમુખ લોરિયાને ઝડપી લઇ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે કાર, ચાર મોબાઇલ મળીને કુલ રૂ.10,40,000નો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025