પોલીસે
વિદેશી દારૂની 17,280 બોટલ તથા બે વાહનો સહિત 95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : પાંચ
ફરાર
બાબરા,
તા.13: બાબરા તાલુકાના ગલકોટડી ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે
દરોડો પાડી વાહનોમાંથી રૂા.62.79 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને
પકડી લીધા હતા.
મળતી
વિગત મુજબ બાબરાના ગલકોટડી ગામ નજીક વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થાય છે. તે માહીતી
મળતા સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. આર.જી.વસાવા સહિતના સ્ટાફે ગલકોટડી ગામ નજીક
આવેલી એક હોટલ પાસે દરોડો પાડી બે વાહનોમાંથી રૂા.62,79,840/-ની કિંમતની વિદેશી દારૂની
17280 બોટલ મળી આવી હતી. પોલીસે દરોડા દરમિયાન બનાસકાંઠાના જાડીયા ગામના અશોક હમીરભાઈ
પટેલ, અમરેલીના ખારા ગામના ભરત પોપટભાઈ ગરણીયા, શેખ પીપરીયા ગામના નિકુંજ અમરાભાઈ ગરણીયા,
દાહોદના પ્રતાપપુરા ગામના પોપટ બળવંતભાઈ બામણીયા અને લાખાવાળા ગામના અલ્પેશ ભરતભાઈ
હાટીયાને પકડી લીધા હતા. પોલીસે દારૂનો જથ્થો તથા વાહનો મળી રૂા.95,29,610/-નો મુદ્દામાલ
કબજે કર્યો હતો. પોલીસે અન્ય નાસી છૂટેલા પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.