યુદ્ધ
માત્ર ભાષણબાજીથી નહીં : નક્કર યોજના, નિર્ણાયક પગલાંથી જીતી શકાય
હૈદરાબાદ,
તા. 13 : દેશની ત્રણેય સેનાના વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે
શનિવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાં જીતના ખોટા દાવા કરતું રહે છે.
યુદ્ધ
માત્ર ભાષણો, નિવેદનબાજીથી નહીં, પરંતુ સ્પષ્ટ લક્ષ્ય અને હેતુપૂર્વકની કાર્યવાહીથી
જીતી શકાય છે, તેવું તેલંગાણામાં વાયુદળ એકેડમીની કંબાઈડગ્રેજ્યુએચ પરેડમાં તેમણે કહ્યું
હતું. સીડીએસ જનરલ ચૌહાણ બોલ્યા હતા કે, ખાલી શબ્દો અને દાવાઓથી તાકાત સાબિત થતી નથી.
અનુશાસન,
નક્કર યોજના અને વાતો નહીં, પરંતુ નિર્ણાયક પગલાંનો અમલ જ કોઈ દેશની સૈન્ય તાકાત બતાવે
છે.
પાકના
પોકળ જીતના દાવા પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, નાપાક સોશિયલ મીડિયા પ્રચાર સૌએ
જોયો, પરંતુ જમીની હકીકત સાવ જુદી જ છે.
સૈન્ય
સેવા માત્ર સંકટના સમય પુરતી જ સીમિત નથી હોતી, પરંતુ સતત તૈયારી જ સફળતાની ચાવી છે,
તેવું સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું.