• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

મમતાએ દુનિયામાં કોલકાતાને બદનામ કર્યું : ભાજપના પ્રહાર બંગાળમાં નેતા પ્રતિપક્ષે શેર કર્યા વિદેશી મીડિયા રિપોર્ટસ

આયોજક સતાદ્રુ દત્તા 14 દિવસની પોલીસ કસ્ટડીમાં

નવી દિલ્હી, તા. 14 : ગ્લોબલ ફૂટબોલ આઈકન લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ કોલકાતાથી શરૂ તો થયો પણ અવ્યવસ્થાના કારણે મમતા સરકાર માટે પરેશાનું કારણ બન્યો હતો. ભાજપ તરફથી આ બનાવ બાદ સતત રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં બંગાળ વિધાનસભા નેતા પ્રતિપક્ષ સુવેન્દુ અધિકારીએ પૂરા ઘટનાક્રમ ઉપર વૈશ્વિક મીડિયાના રિપોર્ટસ શેર કરીને લખ્યું હતું એન મમતા સરકારે કોલકાતાને પુરી દુનિયા સામે મજાકનુ પાત્ર બનાવી દીધું છે. બીજી તરફ કાર્યક્રમના આયોજક સતાદ્રુ દત્તાને કોર્ટમાંથી જામીન મળ્યા નથી અને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર સુવેન્દુ અધિકારીએ લખ્યું હતું કે મેસ્સીના કાર્યક્રમમાં થયેલી અવ્યવસ્થા માટે મમતા સરકાર જવાબદાર છે. સાલ્ટ લેટ સ્ટેડિયમમાં મમતા બેનરજી પ્રશાસનની વિફળતાએ કોલકાતાને દુનિયામાં મજાકનું પાત્ર બનાવી દીધું છે. તેમણે અને તેમના અક્ષમ મંત્રીઓએ મળીને સાર્વજનિક સમારોહને ખાનગી કાર્યક્રમમાં બદલી નાખ્યો હતો. આવી હરકતોએ સ્ટેડિયમમાં અરાજકતાને જન્મ આપ્યો હતો.

અધિકારીએ બનાવને વૈશ્વિક મંચ ઉપર ભારતનું અપમાન ગણાવતા મમતા બેનરજી ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે માફી માગવી અને ચતુરાઈથી દોષ બીજા માટે ઢોળવાથી ટીએમસી સરકારની અક્ષમતાને છુપાવી શકાશે નહી. આ ઉપરાંત સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલ સીવી આનંદ બોસને પત્ર લખીને કાર્યક્રમ દરમિયાન જોવા મળેલી પ્રશાસનિક અક્ષમતા અને નાગરિકોના સાર્વજનિક અપમાનની સ્વતંત્ર ન્યાયિક તપાસની માગણી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025