હોસ્પિટલમાંથી
રજા
મળી
નવી
દિલ્હી, તા.12: નામીબિયાના મેચમાં ભારતીય ઇલેવનમાં અભિષેક શર્માનો સમાવેશ કરાયો ન હતો.
અભિષેક શર્માને ગઈકાલે સાંજે જ હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પેટનાં સંક્રમણને લીધે
તેને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર લેવી પડી હતી. આજે નામીબિયા સામેના
મેચ અગાઉ તે મેદાનમાં જોવા મળ્યો હતો. જો કે પ્રેક્ટિસથી દૂર રહ્યો હતો. અભિષેકનાં
સ્થાને આજે સંજુ સેમસનને ઓપનિંગમાં તક અપાઈ હતી. આ ઉપરાંત ભારતીય ઇલેવનમાં જસપ્રિત
બુમરાહની વાપસી થઈ હતી. આથી મોહમ્મદ સિરાજને રેસ્ટ અપાયો હતો. તેણે અમેરિકા સામેના
મેચમાં 3 વિકેટ લીધી હતી. નામીબિયા સામેના મેચ અગાઉ ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર
યાદવે જણાવ્યું કે અભિષેક શર્મા હજુ એકદમ ફિટ
નથી. તે એક-બે મેચ ગુમાવી શકે છે. તકેદારીનાં
પગલાં રૂપે તેને આજના મેચમાં વિશ્રામ અપાયો છે. સૂર્યના આ બયાનથી અભિષેકનું રવિવારે
પાક. સામે રમવું પણ શંકાસ્પદ બન્યું છે.