ક્ષ બન્ને અપરાજિત ટીમ આજે મુંબઇમાં આમને-સામને
મુંબઇ
તા.22: આત્મવિશ્વાસથી ભરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ સોમવારે ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના
મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. બન્ને ટીમ તેમના ગ્રુપમાં અપરાજિત રહી સુપર-8માં પહોંચી
છે. હવે તેમની અસલી પરીક્ષા થશે. બે વખતની પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટીમ વધુ એક
જીત સાથે આગળ વધવા ઉત્સુક છે. બીજી તરફ ઝિમ્બાબ્વે વર્તમાન વર્લ્ડ કપમાં જાયન્ટ કીલર
સાબિત થયું છે. તે ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાને હાર આપી ચૂકયું છે. તેની ગણના છૂપા રૂસ્તમ
તરીકે થઇ રહી છે. આથી આ ટીમ કેરેબિયન ટીમને આંચકો આપે તો આશ્ચર્ય લેખાશે નહીં.
ઝિમ્બાબ્વેનો
ઓપનિંગ બેટર બ્રાયન બેનેટ બે અર્ધસદીથી 17પ રન કરી ચૂકયો છે અને હજુ સુધી આઉટ થયો નથી.
દિલચશ્પ વાત એ છે કે તેણે આ વિશ્વ કપમાં હજુ સુધી એક પણ છક્કો લગાવ્યો નથી. ઝિમ્બાબ્વેના
4 મેચમાં ફકત 8 છક્કા છે. આ સામે વિન્ડિઝ 36 છક્કા ફટકારી ચૂકયું છે. સિકંદર રઝાની
ટીમ ગ્રુપ સ્ટેજના મેચ કોલંબોમાં રમી હતી હવે તે સોમવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમની
પિચ પર વિન્ડિઝનો સામનો કરશે. બન્ને ટીમ વચ્ચે ટી-20માં ફકત પ ટક્કર થઇ છે. જેમાં વિન્ડિઝને
3 મેચમાં જીત મળી છે. ઝિમ્બાબ્વેના નામે 1 જીત છે. 1 મેચ અનિર્ણિત છે.