ચેન્નાઈ,
તા.2પ : પૂર્વ કોચ રવિ શાત્રીનું માનવું છે કે દ. આફ્રિકા સામેની હાર પછી ટીમ ઇન્ડિયાએ
હવે પછીના મેચોમાં ટીમ સંયોજન પર પુનર્વિચાર કરવો પડશે. શાત્રીએ કહ્યંy આપે ટી-20 વિશ્વ
કપમાં સતત 12 મેચ જીત્યા એટલે એક ખરાબ દિવસ તો આવવાનો જ હતો પણ મને ખુશી એ વાતની છે
કે તે જલ્દીથી આવી ગયો. જે ટીમ ઇન્ડિયા માટે ખતરાની ઘંટડી છે. હવે તેણે રણનીતિ અને
ટીમ સંયોજન પર ફરીથી વિચાર કરવો પડશે. શાત્રીએ સુપર-8ના બાકીના મેચમાં એક વધારાના સ્પિનર
સાથે ઉતરવાની ટીમ ઇન્ડિયાને સલાહ આપી હતી.
શાત્રીએ
કહ્યું, અક્ષર પટેલની ઇલેવનમાં વાપસી થવી જોઇએ. તેનો અનુભવ જરૂરી છે. હું તો કહીશ કે
અક્ષર અને વોશિંગ્ટન બન્નેને રમાડવા જોઈએ કારણ કે કોઇ દિવસ બોલરનો ખરાબ દિવસ હોય છે.
જેમ કે રવિવાર વરૂણ ચક્રવર્તીનો ખરાબ દિવસ હતો. અક્ષરના રમવાથી બેટિંગ ઊંડાઈ પણ વધી
જશે.