• સોમવાર, 30 માર્ચ, 2026

મિયામી ઓપનમાં સબાલેંકા ચેમ્પિયન

‘સનશાઇન ડબલ’ ઉપલબ્ધિ હાંસલ કરનારી પાંચમી ખેલાડી બની

મિયામી, તા.29 : બેલારૂસની વિશ્વ નંબર વન આર્યના સબાલેંકાએ મિયામી ઓપનના ખિતાબ પોતાનાં નામે કર્યો છે. ફાઇનલમાં તેણીએ વિશ્વની ચોથા નંબરની અમેરિકી ખેલાડી કોકો ગોફ સામે 6-2, 4-6 અને 6-3થી વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ઇગા સ્વિયાતેક બાદ સબાલેંકા ‘સનશાઇન ડબલ’ પૂરા કરનારી પહેલી ખેલાડી છે. સબાલેંકાએ વર્તમાન સીઝનમાં ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન જીતીને સનશાઇન ડબલ જીતનારી પાંચમી ખેલાડી છે. આ પહેલા આ ઉપલબ્ધિ સ્ટેફી ગ્રાફ, કિમ કિલસ્ટર્સ, વિકટોરિયા અજારેંકા અને ઇગા સ્વિયાતેક હાંસલ કરી ચૂકી છે.

સબલેંકાનો આ સતત બીજો મિયામી ખિતાબ છે. કેરિયરનો 24મો ડબ્લ્યૂટીએ સિંગલ્સ ખિતાબ અને કુલ 30મો ખિતાબ જીતીને સબાલેંકાએ તેની નંબર વન પોઝિશન વધુ મજબૂત કરી છે. તેણી પાછલા સતત 7પ સપ્તાહથી પહેલા ક્રમે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026