અમરેલી જિલ્લાના ખાંભા પંથક અને ગીરના સરહદી ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો
આજે
રાજ્યના અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.29
: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો
છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખાંભા પંથક અને ગીરના સરહદી ગામડાઓમાં
કમોસમી વરસાદ ખાબક્યો છે. જીક્યાળી અને ધજડી સહિતના વિસ્તારોમાં પવન સાથે પડેલા આ માવઠાને
કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં આજે
અચાનક વરસાદ પડયો છે. જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા ગામે સારો વરસાદ પડયો છે, જ્યારે
ધજડી, સાકરપરા અને અભરામપરા ગામમાં વરસાદી છાંટા પડયા હતા.
હવામાન
વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી દિવસો માટે ભારે પવન (જુઓ પાનું
8)
સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના મહત્ત્વના
જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી
વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે 30 માર્ચે એટલે કે, સોમવારે રાજ્યના અમુક વિસ્તારમાં
ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યાર બાદ 2 અને 3 એપ્રિલે ફરીવાર વરસાદી માહોલ સર્જાઈ
શકે છે.