• રવિવાર, 29 માર્ચ, 2026

ગોલ્ફ કિંગ ટાઈગર વુડ્સની ધરપકડ

નવી દિલ્હી, તા. 28 : દુનિયાના પૂર્વ નંબર વન ગોલ્ફર અને 15 વખતના મેજર ચેમ્પિયન ટાઈગર વુડ્સની ‘ડ્રાઈવિંગ અંડર ધ ઈન્ફ્લુએન્સ’ (ડીયુઆઈ)ના આરોપમા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ અમેરિકાના ફલોરિડામાં તેમના જુપિટર આઈલેન્ડ સ્થિત ઘરની  પાસે એક માર્ગ અકસ્માત બાદ થઈ છે. જેમાં વુડ્સની લેન્ડ રોવર ગાડી પલટી મારી હતી. પોલીસ અનુસાર ટાઈગર વુડ્સ લેન્ડર રોવર કારથી તેજ રફતારથી જઈ રહ્યા હતા, આ દરમિયાન ટ્રકને ઓવરટેક કરતા સમયે ગાડીની ટક્કર થઈ હતી અને પલટી મારી હતી. ઘટના બાદ ટાઈગર વુડ્સ પોતે કારની બહાર નીકળ્યો હતો. તપાસ અધિકારીઓનું માનવું છે કે વુડ્સ કોઈ દવા કે મેડિકેશનની અસરમાં ગાડી ચલાવી રહ્યો હતો અને તેના કારણે જ અકમાસ્ત થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અરણીટીંબા ગામે ક્રૂર જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, શ્વાને ફાડી ખાધી વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ફોરેન્સિક માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી March 29, Sun, 2026