• રવિવાર, 29 માર્ચ, 2026

CSK ચાહકોને ઝટકો : ઈજાના કારણે ધોની શરૂઆતી મુકાબલામાંથી બહાર ઉર્વિલ પટેલ અથવા સંજૂ સેમસન વિકેટકીપિંગ કરે તેવી સંભાવના

નવી દિલ્હી, તા. 28 : આઈપીએલ શરૂ થવાની સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની અંદાજીત બે અઠવાડીયા સુધી ટીમ સાથે જોડાય શકશે નહી. હકીકતમાં શનિવારે સીએસકે ફ્રેન્ચાઈઝીએ પુષ્ટિ કરી હતી કે ધોની પિંડીમાં ઈજાના કારણે શરૂઆતી મુકાબલામાંથી બહાર રહેશે.

રિપોર્ટ અનુસાર એમએસ ધોની સીઝનના પહેલા પાંચ મેચમાંથી બહાર રહી શકે છે. ધોનીની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંજૂ સેમસન અથવા તો ઉર્વિલ પટેલને તક મળી શકે છે. ધોની ઓછામાં ઓછા પહેલા ચાર મુકાબલામાં ન રમે તેવી શક્યતા છે. જેમાં રાજસ્થાન, પંજાબ, આરસીબી અને દિલ્હી સામેનો મુકાબલો સામેલ છે. ધોનીની ગેરહાજરીથી સીઝનની શરૂઆત સીએસકે માટે પરીક્ષા સમાન બની જશે. ધોનીએ 2020મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને પછીથી સતત આઈપીએલ રમે છે. ગત સીઝનમાં તમામ 14 મેચ રમ્યા હતા અને 196 રન કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અરણીટીંબા ગામે ક્રૂર જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, શ્વાને ફાડી ખાધી વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ફોરેન્સિક માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી March 29, Sun, 2026