તેવર ઢીલા પડયા : પ્રસારણ મંત્રીએ કહ્યું, કોઈ ચેનલ ઈંઙક બતાવવા માગે તો તેને છૂટ છે
નવી
દિલ્હી, તા. 28 : ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહમાનને આઈપીએલ 2026માંથી રિલીઝ કરવામાં આવ્યા
બાદ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઈ) વચ્ચેના
સંબંધો બગડયા હતા. બંગલાદેશની તત્કાલીન મોહમ્મદ યૂનુસ સરકારે આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ
માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં આઈસીસીએ બંગલાદેશની જગ્યાએ
સ્કોટલેન્ડની ટીમ વર્લ્ડકપમાં સામેલ કરી હતી. આ દરમિયાન યૂનુસ સરકારે ખુન્નસમાં આઈપીએલ
પ્રસારણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. જો કે હવે સત્તા પરિવર્તન બાદ સ્થિતિમાં ફેરફાર આવ્યો
છે અને આઈપીએલના પ્રસારણ ઉપર રોક હટાવવામાં આવી છે.
બંગલાદેશના
સૂચના અને પ્રસારણ મંત્રી જહીર ઉદ્દીન સ્વપને સાફ શબ્દોમાં કહ્યું છે કે સરકાર ખેલ
અને રાજનીતિને અલગ રાખવા માગે છે અને આઈપીએલના પ્રસારણ ઉપર કોઈ રોક લાદવામાં આવશે નહી.
જો કોઈ ચેનલ આઈપીએલના મુકાબલા પ્રસારિત કરવા માગે તો સરકાર તેને સકારાત્મકતાથી લેશે.
જહીર ઉદ્દીને કહ્યું હતું કે, ચેનલના આઈપીએલ પ્રસારણ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં
આવશે. કોઈને પણ ટેલિકાસ્ટ કરતા રોકવામાં આવશે નહી. જો સ્ટાર સ્પોર્ટસ ટેલિકાસ્ટ કરવા
માગે છે તો તે કરી શકે છે. કોઈના ઉપર સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે નહી.
આ
નિવેદનથી સાફ થયું છે કે બંગલાદેશની સરકાર તરફથી આઈપીએલના પ્રસારણ ઉપર કોઈ પ્રશાસનિક
બાધા રહેશે નહી. કેબલ ઓપરેટર્સ એસોસિયેશન તરફથી પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. એસોસિયેશનના
પદાધિકારી કરીમ લાબલૂ અનુસાર આઈપીએલ ટેલિકાસ્ટ ઉપર કોઈ રોક નથી. સ્ટાર સ્પોર્ટસ બંગલાદેશમાં
આઈપીએલ બતાવે તો તેને પ્રસારિત કરી શકાશે. પ્રસારણ રોકવાનો કોઈ નિર્દેશ મળ્યો નથી.