કારના શોખીન ક્રિકેટર હાર્દિક પંડયા ફરી એકવાર ચર્ચામાં છે. તેણે 6 મહિનાની અંદર ચોથી મોંઘી કાર ખરીદી છે. આ વખતે તેણે એવી કાર ખરીદી છે જે હાલમાં જ ભારતમાં લોન્ચ થઇ છે. મર્સિડીઝ-બેંજ વી કલાસ કાર ખરીદનારો હાર્દિક પંડયા પહેલો ભારતીય ગ્રાહક બન્યો છે. આ કારની પહેલી ડિલિવરી હાર્દિકને મળી છે. જે તેણે ગર્લફ્રેન્ડ મહિકા શર્માને ગિફટ કરી છે. આ કારની કિંમત 1.4 કરોડ રૂપિયા છે. હાર્દિક તાજેતરમાં 12 કરોડ રૂપિયા આસપાસની ફેરારી 12 સિલિંડ્રી કાર ખરીદી હતી.