• સોમવાર, 30 માર્ચ, 2026

દેશમાં કઙઋ સપ્લાય સામાન્ય : સરકાર

નાગરિકોને રાજિંદા જીવનમાં ઊર્જા બચત માટે જરૂરી પ્રયત્નો કરવા અપીલ

નવીદિલ્હી,તા.29: દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરોની સપ્લાય સામાન્ય હોવાનું આજે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું. શનિવારે 55 લાખથી વધુ એલપીજી સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 64,000 પાંચ કિલોગ્રામના ફ્રી-ટ્રેડ સિલિન્ડરોનું વેચાણ પણ થયું હતું. મંત્રાલયના જણાવ્યા મુજબ, કોઈપણ એલપીજી વિતરક પાસે સ્ટોક ખતમ થવાની (ડ્રાય-આઉટ) કોઈ માહિતી નથી.

ઉદ્યોગ સ્તરે એલપીજી સિલિન્ડરોનાં ઓનલાઇન બાકિંગમાં 94 ટકાનો વધારો થયો છે. વિતરકોના સ્તરે કોઈપણ પ્રકારની ગડબડ ટાળવા માટે, ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ આધારિત ડિલિવરીનું પ્રમાણ ફેબ્રુઆરીમાં 53 ટકાથી વધીને 84 ટકા થઈ ગયું છે.

સરકાર દ્વારા જણાવાયું છે કે તમામ રિફાઇનરીઓ ઊંચી ક્ષમતા પર કામ કરી રહી છે અને કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઘરેલુ વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાંથી એલપીજીનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દેશભરમાં તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે. સરકારે ગ્રાહકોને એલપીજી બાકિંગ ઓનલાઇન કરવા અને એલપીજી વિતરકો પાસે જવાથી બચવા વિનંતી કરી છે. નાગરિકોને પીએનજી અને ઇન્ડક્શન/ઇલેક્ટ્રિક કુકટોપ જેવા વિકલ્પ ઇંધણોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે તમામ નાગરિકોએ રાજિંદા જીવનમાં ઊર્જા બચત માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ નીરજ મિત્તલે જણાવ્યું હતું કે, ગઈકાલ સુધીમાં લગભગ 6000 પીએનજી ગ્રાહકોએ પોતાનું એલપીજી કનેક્શન છોડ્યું છે. તેમને ખૂબ ખૂબ આભાર!

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026