• સોમવાર, 06 એપ્રિલ, 2026

દ્વારકાના કુખ્યાત બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ

ખંભાળિયા,તા.5 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાની સૂચના હેઠળ એલ.સી.બી. (કઈઇ) દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના કુખ્યાત પ્રોહિબિશન બુટલેગર કાના લખમણ ગામી સામે પાસા (ઙઅજઅ) હેઠળ કાર્યવાહી કરી તેને

સુરતની લાજપોર જેલ ભેગો કરવામાં આવ્યો છે.

    જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીએ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોની માહિતી એકત્ર કરવાની સૂચના આપી હતી. જેના આધારે પી.એસ.આઈ. દેવમુરારીએ બુટલેગર કાના લખમણ ગામીનો ગુનાહિત ઇતિહાસ તપાસી તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

    દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્નાએ આ દરખાસ્તની ગંભીરતા જોઈ તેને મંજૂરી આપતા અટકાયત વોરંટ ઇસ્યુ કર્યું હતું. કલેક્ટરના આદેશ બાદ એલ.સી.બી.ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને દબોચી લીધો હતો. હાલમાં આ બુટલેગરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક