• મંગળવાર, 21 એપ્રિલ, 2026

પંજાબ માટે સરપ્રાઇઝ પેકેજ બનતો કોનોલી મોકાનો ફાયદો ઉઠાવી પંજાબ માટે એકસ ફેકટર બન્યો

ન્યૂ ચંદિગઢ, તા.20: ઓસ્ટ્રેલિયન યુવા બેટર કૂપર કોનોલી આઇપીએલની વર્તમાન સીઝનમાં પંજાબ કિંગ્સ માટે સરપ્રાઇઝ પેકેજ બની રહ્યો છે. ગઇકાલના લખનઉ સામેના મેચમાં તેણે 46 દડામાં 7 છક્કાથી આતશી 87 રન બનાવ્યા હતા જ્યારે તેના સાથીદાર પ્રિયાંશ આર્યે 9 છક્કાથી 37 દડામાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે 80 દડામાં 182 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઇ હતી. કૂપર કોનોલીએ આ સીઝનમાં 223 રન કર્યાં છે. જે પ્રભસિમરન (211), પ્રિયાંશ (211) અને શ્રેયસ (208)થી વધુ છે.

લખનઉ સામેની જીત પછી કોનોલીએ કહ્યું કે આ ફોર્મેટમાં તમારે મોકાનો ફાયદો લેવો પડે છે. આ સમજવું ઘણું જરૂરી છે. અમે ટીમના દરેક ખેલાડી એક-બીજાથી શિખવાની કોશિશ કરીએ છીએ. લખનઉ સામેની રન રફતાર વિશે તેણે કહ્યું શરૂથી જ પ્રિયાંશ સારી રીતે બોલને હિટ કરી રહ્યો હતો. આથી મને સેટ થવાનો મોકો મળી ગયો હતો. આ પછી મેં બોલને હિટ કરવાની તક ઝડપી લીધી. પિચ પર બોલ પણ સીધા આવી રહ્યા હતા. આથી અમને સારો સ્કોર કરવામાં સફળતા મળી. લખનઉ સામેના મેચમાં પંજાબે 7 વિકેટે 2પ4 રન ખડક્યા હતા અને અંતમાં પ4 રને સરળ વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું April 21, Tue, 2026