• મંગળવાર, 21 એપ્રિલ, 2026

કેજરીવાલનાં કેસમાંથી હટવા દિલ્હી હાઈકોર્ટ જજનો ઈનકાર

- ફેંસલો વિરુદ્ધ આવવાનાં ડરથી કોઈ અદાલતને અગ્નિપરીક્ષા આપવા કેવી રીતે કહી શકે? : કેજરીવાલની અરજી ખારિજ કરતાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા

 

નવી દિલ્હી, તા.20: એક્સાઈઝ ડયૂટી કેસમાં જજ બદલવાની માગણી કરતી આમઆદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલની અરજી ખારિજ કરતાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, તેમની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવાયો છે. આમાં મૌન પણ કસોટીરૂપ છે અને આ સવાલ માત્ર તેમનાં પોતાનાં ઉપર નહીં બલ્કે ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને ગરિમા ઉપર પણ છે. તેમણે આગળ કહ્યું હતું કે, તેમનાં શપથ સંવિધાન પ્રત્યે છે અને કોઈ રાજકીય કે વ્યક્તિગત દબાણમાં આવીને ફેંસલા કરશે નહીં. જસ્ટિસ શર્માએ કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડનાં મામલામાં માત્ર ધરપકડની આવશ્યકતાનો સવાલ જ મોટી પીઠને મોકલવામાં આવ્યો હતો અને વચગાળાનાં જામીન આપવામાં આવ્યા હતાં. જેમાં તેમની અદાલતનો ફેંસલો રદ કરવામાં નહોતો આવ્યો. જો કોઈ જજનો આદેશ કોઈ ઉપલી અદાલત રદ કરી નાખે તો અરજદારને અધિકાર નથી મળી જશતો કે તે અહીં આવીને બોલે કે આ જજ સુનાવણી કરવાને પાત્ર નથી. હવે ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદન ઉપર કેજરીવાલનાં આરોપોનાં જવાબનાં આધારે સુનાવણીથી અલગ થવાની માગણી પૂરી કરવી કલ્પના આધારિત બની જશે. કોઈ નેતા જાહેર મંચ ઉપર શું કહેવા માગે છે તેનાં ઉપર અદાલતનું નિયંત્રણ નથી હોતું. આવી જ રીતે નેતાઓનાં નિવેદનોને પણ નિયંત્રિત કરી શકાય નહીં.

જસ્ટિસ સ્વર્ણકાંતાએ આગળ કહ્યું હતું કે, મેં આ અરજી ઉપર નિર્ણય કરવાનું નક્કી કર્યુ કારણ કે આ સંસ્થાનો સવાલ છે. આરોપોથી પ્રભાવિત થયા વિના ફેંસલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. દલીલમાં અલગ-અલગ વાતો કરવામાં આવી છે અને આમાં જજની ઈમાનદારી ઉપર શંકા નથી બલ્કે તે માત્ર કેસ ટ્રાન્સફર કરાવવા માગતાં હોય તેવું લાગે છે. હું પક્ષપાતી છું એટલ નહીં પણ પક્ષપાતનાં ડરથી ન્યાયપાલિકાને પડકારવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને ડર હોય કે ફેંસલો તેની વિરુદ્ધ આવી શકે એમ છે તો શું તે કોર્ટને અગ્નિપરીક્ષા આપવા કહી શકે?

જસ્ટિસ શર્માએ આગળ કહ્યું હતું કે, જ્યારે આરોપીની તરફેણમાં આદેશ આપવામાં આવ્યા ત્યારે કોઈ તરફદારી કે વિચારધારાનાં ઝુકાવનો આરોપ લગાડવામાં નહોતો આવ્યો. અરવિંદ કેજરીવાલની પાર્ટીનાં નેતાઓ સહિત અનેક પેન્ડિંગ છે. આ અદાલતે આવા ઘણાં આદેશો આપેલા છે પણ ત્યારે કોઈ આરોપ લગાડવામાં ન આવ્યો કેમ કે આદેશ કદાચ તેમનાં પક્ષમાં હતાં. જ્યારે ઓર્ડર તરફેણમાં ન હોય તો કોઈ વાંધા વિના સ્વીકાર કરવામાં આવેલી ન્યાયિક પ્રક્રિયા ઉપર વાંધો ઉઠાવી શકાય નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું April 21, Tue, 2026