- અરજદાર તરફથી સોશિયલ મીડિયામાં કરવામાં <
આવેલી
ભ્રષ્ટાચારની પોસ્ટથી નારાજ થઈને નિર્ણય
નવી
દિલ્હી, તા.20: કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી ઉપર બેવડી નાગરિકતાનાં કેસમાં અલ્હાબાદ
હાઈકોર્ટનાં જજ સુભાષ વિદ્યાર્થી સુનાવણીથી અલગ થઈ ગયા છે. તેમણે અરજદાર તરફથી સોશિયલ
મીડિયામાં કરવામાં આવેલી એક પોસ્ટથી નારાજ થઈને આ ફેંસલો કર્યો છે.
અરજદાર
તરફથી એવી પોસ્ટ કરવામાં આવી હતી કે, જો તમે કોઈ પાસેથી નાણા લીધા હોય તો પરત કરી દો
અન્યથા તમારે જેલ જવું પડશે. જો કે આ પોસ્ટમાં તેના તરફથી કોઈ જજનો ઉલ્લેખ કરવામાં
નહોતો આવ્યો. ઉલ્લેખનીય છે કે, 17મી એપ્રિલે જજ
તરફથી રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરવાનો અને સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં
આવ્યો હતો. જેનાં બીજા જ દિવસો પોતાનો નિર્ણય પલટીને તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને
નોટિસ જારી કર્યા વિના આનો ફેંસલો જારી કરવો ઉચિત નથી.
કર્ણાટકનાં
ભાજપ કાર્યકર વિજ્ઞેશ શિશિરે રાહુલ ગાંધી ઉપર ભારત ઉપરાંત બ્રિટિશ નાગરિકતા ધરાવવાનો
આરોપ લગાવીને એફઆઈઆરની માગણી કરવામાં આવી હતી. જે અરજી સાંસદ-વિધાયક માટેની વિશેષ અદાલતમાં
નકારી કાઢવામાં આવી હતી. જેને પગલે અલ્હાબાદ હાઈકોર્ટમાં આનાં માટે અરજી કરવામાં આવી
હતી. ત્યારબાદ હાઈકોર્ટે એફઆઈઆરનો આદેશ પલટી નાખતા અરજદારે સોશિયલ મીડિયામાં બે પોસ્ટ
મૂકી હતી. જેમાં તેણે કેસ સાથે જોડાયેલા લોકોને ચેતવણી આપતા લખ્યું હતું કે, જો આ કેસની
સ્થિતિમાં કોઈપણ પરિવર્તન થાય તો હું વધુ એક ટ્વિટ કરીશ અને તેમાં માફિયા, અંડરવર્લ્ડ,
કાર્ટેલ, સિંડીકેટ અને ગેરકાનૂની સાંઠગાંઠનો પર્દાફાશ કરવામાં આવશે. અન્ય એક પોસ્ટમાં
તેણે રુશ્વત લેવાનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, જે નાણા લેવામાં આવ્યા હોય તે પરત
કરી દેવા અન્યથા આંતરવામાં આવેલા કોલ સીધા એક્સ(ટ્વિટર) ઉપર અપલોડ કરવામાં આવશે. તમારે
જેલ જવાનો વખત આવશે.
આ
પૃષ્ઠભૂમિમાં જજ સુભાષ વિદ્યાર્થીએ અરજદારની ધમકીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું
કે, પીઠ પાછળ કાદવ ઉછાળવો કેટલો ઉચિત છે? શું અદાલતની વિરુદ્ધ બોલવું ઉચિત છે? અરજદારે
પોતાનાં રાજકીય ફાયદા માટે કોર્ટનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયાની પોસ્ટ કોર્ટ ઉપર
આરોપ મૂકવા સમાન છે.