• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ચૂંટણીમાં લલચામણી જાહેરાતો : કેગ અને પંચને સુપ્રીમની નોટિસ

-મફત સવલતોની ઘોષણાઓનાં કેગ પાસે ઓડિટ કરાવવાની માગણી કરતી અરજી

નવી દિલ્હી, તા.20: ચૂંટણીઓમાં મફત આપવાની લોભામણી જાહેરાતો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ અનેક અરજીઓ દાખલ થયેલી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેનાં ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. આ અરજીમાં ફ્રી-બીઝની ઘોષણાઓનું કેગ પાસેથી ઓડિટ કરાવવાની માગણી કરવામાં આવી છે.

જેને પગલે આ અરજી ઉપર કેગને પણ નોટિસ પાઠવાઈ છે અને તેનો પણ જવાબ માગવામાં આવ્યો છે.

ચૂંટણી નજીક આવતાં જ રાજકીય દળો દ્વારા મફતની ચીજો અને સુવિધાઓ પૂરી પાડવાનાં વચનો આપવામાં આવતાં હોય છે. કોઈ મફત વીજળી આપવાની વાત કરે છે તો કોઈ મફત પાણી કે અન્ય કોઈ સવલતની લહાણી કરવાનાં વાયદાઓ કરી જાય છે. જેને અંગ્રેજીમાં ફ્રી બીઝ કહેવામાં આવે છે. આવી લલચામણી જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડિંગ છે.

આવી જ વધુ એક અરજી નરેન્દ્રકુમાર ગોસ્વામી નામક અરજદારે દાખલ કરી છે. જેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વિષયની અનેક અરજીઓ હજી પેન્ડિંગ છે એટલે આ અરજીને પણ તેની સાથે જોડી દેવામાં આવે છે અને આવી તમામ અરજીઓની સુનાવણી એકસાથ જ ચાલશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું April 21, Tue, 2026