• મંગળવાર, 14 જુલાઈ, 2026

મધ્યપ્રદેશથી ગુજરાત સુધી જોડાયેલા હથિયાર તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ 16 હથિયાર અને 30 કારતૂસ સાથે ‘વેપન કાર્ટેલ’ ગેંગના 5 શખસની ધરપકડ

રાજકોટ, તા.13: આગામી અષાઢી બીજ અને રથયાત્રાના તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પીસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવીને ગેરકાયદે હથિયારોની ડિલિવરી કરવા આવેલા વેપન કાર્ટેલ ગેંગના સૂત્રધારને ઝડપી લીધો હતો. આ ઓપરેશન દ્વારા શહેરમાંથી હથિયારોની એક બહુ મોટી ગેરકાયદે ચેનલને ખુલ્લી પાડવામાં સફળતા મળી છે.

પીસીબીની ટીમે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સૂત્રધાર સકીલ સાદીક મન્સુરી (રહે. મીરજાપુર ગામ, ધાર મધ્યપ્રદેશ), જયસુખ ઉર્ફે જેસો વલ્લભ વાઘેલા (ઉં.વ.35, રહે. બોધરાવદર ગામ, જસદણ), ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલ રોજાસરા (ઉં. વ.32),(ધંધો, વેપાર, રહે. રૂદ્ર ભૂમિ શેરી નંબર-1, મકાન નંબર-3, ચોટીલા), અનિલ વિરા ખેતરિયા (ઉ.વ. 30), (રહે. વૃંદાવન સોસાયટી શેરી નંબર-1, સપના હોટલની પાછળ, ચોટીલા) અને પ્રદીપ અનક કરપડા (ઉં.વ.32), (રહે.ગેલેક્સી સોસાયટી, સૂર્યા વોટર પ્લાન્ટ વાળી શેરી, ચોટીલા)નો સમાવેશ થાય છે. આ હથિયારો મધ્યપ્રદેશના એક ગામમાંથી લાવીને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટના કુલ 16 હથિયાર, 30 નંગ જીવતા કારતૂસ અને 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આ હથિયાર ખરીદવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026