• સોમવાર, 13 જુલાઈ, 2026

કોટડાનાયાણી રોડ પર કારમાંથી પોલીસે 836 બોટલ દારૂ પકડયો

ફિલ્મી ઢબે એલસીબીએ પીછો કરતાં, નદીના પટમાં કાર રેઢી મુકી ચાલક ફરાર : કુલ રૂ.8.10 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી તા.12 : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડાનાયાણી રોડ પર એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ક્રેટા કારમાંથી 3.10 લાખની કિમતની 836 બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ-કાર મળીને રૂ 8.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે કાર ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રાલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા કાર જીજે 01 આરવાય 9981 વાળીમાં દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી નીકળી વાલાસણ તરફ જવાનો છે જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકવા ઈશારો કર્યો હતો પરંતુ ગાડી ઉભી નહિ રાખી ભગાડી હતી જેથી કોટડાનાયાણી ગામ જવાના રસ્તે ભગાવી હતી અને ફિલ્મી ઢબે પોલીસે પીછો કરતા નદીના પટમાં કાર રેઢી મૂકી આરોપી કાર ચાલક અંધકારનો લાભ લઈને નાસી ગયો હતો.

એલસીબી ટીમે રેઢી પડેલી કારમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલ નંગ 836 કીમત રૂ 3,10,420 નો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ. 5 લાખ સહીત કુલ રૂ 8,10,420 નો મુદામાલ કબ્જે કર્યો છે અને ફરાર કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ

ચલાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક