સુરત, તા.12 : સુરતના કાપોદ્રાની 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણીતરીના દિવસોમાં ભાવનગર મહુવાથી સગીરા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી
માહિતી મુજબ, કાપોદ્રા પોલીસ મથકમાં ગત તા. 06 જુલાઈએ એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં
આવી હતી કે તેમની 14 વર્ષીય દીકરીને કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી કે કઈ પણ કીધા વગર
લઈ ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાના ચક્ર
ગતિમાન કર્યા હતા. દરમિયાન કાપોદ્રા પોલીસ
મથકના પીઆઇ એમ. આર. સોલંકીનાં માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઈ એન. એ. પટેલે તપાસ કરતા
ફરિયાદીની દીકરીને ભાવનગર તળાજાનો રહેવાશી દીપકભાઈ દાનાભાઈ બાંભણિયા (ઉં.22) નામનો
યુવક અપહરણ કરી ભાવનગર મહુવા ખાતે લઈ ગયો હોવાનુ જાણવા મળતા કાપોદ્રા પોલીસની સર્વેલન્સ
સ્ટાફની ટીમે આરોપી દીપક બાંભણિયાને સગીરા સાથે મહુવા ખાતેથી ઝડપી પાડી આરોપી દીપક
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.