• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ઇસ્ટ ઝોન દુલિપ ટ્રોફીના સેમિ ફાઇનલમાં વન્ડર બોય વૈભવની એક ઓવરમાં 2 વિકેટ

બેંગ્લુરુ તા.2પ: ઇસ્ટ ઝોને દુલિપ ટ્રોફીના કવાર્ટર ફાઇનલમાં નોર્થ-ઇસ્ટ ઝોન વિરૂધ્ધ આસાન જીત સાથે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઇસ્ટ ઝોનનો એક ઈનિંગ અને 210 રને વિજય થયો હતો. ઇસ્ટ ઝોનના 467 રનના જવાબમાં નોર્થ-ઇસ્ટ ઝોન ટીમ પહેલા દાવમાં 111 અને બીજા દાવમાં 146 રનમાં ઓલઆઉટ થઇ હતી. સેમિ ફાઇનલમાં ઈસ્ટ ઝોનનો સામનો સેન્ટ્રલ ઝોન સામે થશે. ઇસ્ટ ઝોન તરફથી સ્પિનર અનુકૂલ રોયે બીજા દાવમાં પ વિકેટ લીધી હતી. ખાસ વાત એ રહી હતી કે બેટથી નિષ્ફળ રહેનાર 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બોલથી કમાલ કરીને બે વિકેટ ઝડપી હતી. તેને એક ઓવરમાં જ બે વિકેટ મળી હતી. ઇસ્ટ ઝોન તરફથી 7મા ક્રમે બેટિંગમાં આવી 167 રનની ઈનિંગ રમનાર ઓલરાઉન્ડર શાહબાઝ અહમદ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક