• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

જૂનાગઢ નજીક બાયોડીઝલના વેચાણનો પર્દાફાશ, રૂા.2.94 લાખનો મુદ્દામાલ કબજે

નાયરાની ડીલરશીપનું બહાનું બોગસ નીકળ્યું

જૂનાગઢ, તા.25: જુનાગઢ વડાલ રોડ ઉપર સુખપુર ગામની સીમમાં દોલતપરાના રવિ પાચા સરવૈયા પોતાની શક્તિ ટ્રાડિંગ કંપનીના બેનર હેઠળ ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પર તાલુકા મામલતદારે દરોડો પાડી 2700 લીટર બાયોડીઝલ, મશીન, ટાંકો મળી કુલ રૂપિયા 2.94 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ નજીકના સુખપુર ગામની સીમમાં આલ્ફા વિદ્યા સંકુલ સામે આવેલી શક્તિ ટ્રાડિંગ કંપનીમાં ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ થતું હોવાની ફરિયાદના  આધારે તાલુકા મામલતદાર વી.પી. પુરોહિત તથા તેમની ટીમે દરોડો  પાડી રવિ પાંચા સરવૈયા અને ગેરકાયદે ફિલીંગ કરતા  સુરેશ અશ્વિન ગોહેલની પૂછપરછ કરતા પ્રથમ લાયસન્સ હોવાનો દાવો કર્યો હતો.

પરંતુ આ અંગેના કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા બાદમાં સંચાલકે નાયરાની ડીલરશીપનો દાવો કર્યો હતો પરંતુ તે પણ પોકળ પુરવાર થતાં તંત્રએ 2700 લિટર બાયોડીઝલ ફિલીંગ મશીન, ટાકો મળી કુલ રૂપિયા 2.94 409 નો મુદ્દામાલ સીઝ કરી બંને શખસો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા ભંગ તથા વિસ્ફોટક અધિનિયમ હેઠળ તાલુકા પોલીસમાં મામલતદાર વી.પી.પુરોહિતે બન્ને ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક