• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

બલુચ વિદ્રોહીનો મુનીરને પડકાર

25 પાકિસ્તાની સૈનિકો ઠાર : હુમલાનો એક્શન ફિલ્મ જેવો વીડિયો બનાવીને શેર કર્યો

ઈસ્લામાબાદ, તા. 5 : બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બે અલગ અલગ હુમલામાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને ઠાર કર્યા હતા. આ માહિતી બલુચિસ્તાન  બિલરેશન આર્મીએ એક ફિલ્મી વીડિયો મારફતે આપી હતી. બીજી તરફ ઈસ્લામાબાદ તરફથી જવાબમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કારણ કે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા ઝડપથી વધી રહી છે.  બીએલએએ છેલ્લા અમુક મહિનામાં પાકિસ્તાની સેના સામેનું અભિયાન વધારે તેજ કર્યું છે. બીએલએએ એક નાટકીય, ફિલ્મી શૈલીનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં ધડાકા, ગોળીબાર અને પાકિસ્તાની સૈનિકોના મૃતદેહો અને સળગતો ટ્રક જોવા મળી રહ્યો હતો.

બીએલએએ દાવો કર્યો હતો કે જિયારત ક્રોસ ઉપર ફતેહ સ્ક્વોડ દ્વારા સેનાના એક કાફલા ઉપર ઘાત લગાડીને હુમલો કર્યો હતો અને બે ગાડી તબાહ કરી હતી. બીએલએએ આ હુમલામાં પાકિસ્તાની સેનાના 18 જવાન ઠાર કર્યા હતા. અલગતાવાદી સમૂહે કહ્યું હતું કે, પાંચ અન્ય પાકિસ્તાની જવાબ હુમલામાં ઘાયલ થયા હતા અને ભાગવામાં સફળ રહ્યા હતા.

બીએલએના સત્તાવાર મીડિયા આઉટલેટ હક્કલે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બીએલએના સૈનિકો આગની લપેટોમાં ઘેરાયેલી પાકિસ્તાની સેનાની ગાડીઓ પાસે જોવા મળ્યા હતા અને ચારે તરફ મૃતદેહો હતા. બીજી એક ક્લીપમાં બીએલએ દ્વારા ક્ષતિગ્રસ્ત ટ્રકમાંથી હથિયારો લેવામાં આવતા હતા. આ ખતરનાક હુમલાએ ફતેહ સ્ક્વોડને ફરી ચર્ચામાં લાવી છે. ફતેહ સ્ક્વોડ મુખ્ય રીતે બલૂચિસ્તાનના પહાડી વિસ્તારમાં કામ કરે છે અને તે ઘાત લગાડીને હુમલા કરવામાં પાવરધા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026