સ્યુસાઈડ નોટના આધારે એક જ પરિવારના ચાર સભ્ય સામે ફરિયાદ
અમરેલી,
તા. 5 : લાઠી તાલુકાના છભાડીયા ગામે કુટુંબીઓ દ્વારા નાણાં પરત ન આપીને આપવામાં આવતા
માનસિક ત્રાસથી કંટાળીને અમદાવાદના એક આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટના સામે
આવી છે. આ અંગે મૃતકના પુત્ર દ્વારા નટુ આલજી પરમાર, જોત્સના નટુ પરમાર, ચિરાગ નટુ
પરમાર, આયુષ નટુ પરમાર આમ ચાર આરોપી ઓ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં
આવી છે.
લાઠી
તાલુકાનાં છભાડિયા ગામેં મૃતક પ્રવિણભાઈએ અમદાવાદ ખાતે રહેતા પોતાના કુટુંબીઓ ને આર્થિક
મદદરૂપ થવા માટે અગાઉ કેશ તથા ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 7,00,000 આપ્યા હતા. પ્રવિણભાઈને
પોતે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે આ રકમની અવારનવાર માંગણી કરી હતી, પરંતુ આરોપીઓએ
પૈસા પરત આપ્યા ન હતા.
આરોપીઓ
દ્વારા સતત નાણાં ન આપીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને ગત તા.
3 ના રોજ પ્રવિણભાઈએ લાઠી તાલુકાના છભાડિયા ગામે સુસાઈડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાત
કરી લીધો હતો.
આ મામલે
મૃતકના પુત્ર વિશાલભાઈએ દામનગર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ પિતાને
મરવા મજબૂર કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને પોલીસે
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી
છે.